Thursday, July 30, 2015

શિવસેનાએ દાઉદ ઈબ્રાહિમ અને ટાઈગર મેમણની ફાંસીની માગ કરી

શિવસેનાએ દાઉદ ઈબ્રાહિમ અને ટાઈગર મેમણની ફાંસીની માગ કરી
મુંબઈ- શિવસેનાએ પણ અસાદુદ્દીન ઓવૈસીના નિવેદનને સમર્થન આપતાં જણાવ્યું હતું કે હવે રાજીવ ગાંધી અને બેઅંત સિંહના દોષિતોને અને અન્ય આતંકવાદીઓને પણ ફાંસી પર લટકાવવા જોઈએ. જો કે, બીજી બાજુ શિવસેનાએ ઓવૈસીની નિંદા પણ કરી હતી. શિવસેનાએ પોતાના મુખપત્રમાં જણાવ્યું હતું કે કોઈ પણ જાતિ અથવા ધર્મ સાથે સંબંધ ધરાવતાં આતંકવાદીઓને ફાંસીની સજા મળવી જ જોઈએ. પરંતુ યાકુબ મેમણની ફાંસીને રાજનૈતિક રંગ આપવા માટે શિવસેનાએ ઓવૈસીની ઝાટકણી કરી હતી. પરંતુ એ સાથે રાજીવ ગાંધી અને બેઅંત સિંહના દોષિતોને ફાંસી આપવાની માગનું સમર્થન પણ કર્યું હતું. ઉપરાંત, શિવસેનાએ દાઉદ ઈબ્રાહિમ અને ટાઈગર મેમણને ફાંસીની સજા આપવા માટેની માગ પણ કરી હતી.

--
Pl see my blogs;


Feel free -- and I request you -- to forward this newsletter to your lists and friends!

No comments: