Monday, July 13, 2015

વ્યાપમ કૌભાંડમાં 'મંત્રાણી'ની સંડોવણીને લઇને ઘૂંટાતું રહસ્ય, વિપક્ષ ગેલમાં

વ્યાપમ કૌભાંડમાં 'મંત્રાણી'ની સંડોવણીને લઇને ઘૂંટાતું રહસ્ય, વિપક્ષ ગેલમાં
ધ્યપ્રદેશ સહિત દેશભરમાં ચકચાર જગાવનારા વ્યાપમ કૌભાંડના એક આરોપી દ્વારા 'મંત્રાણી' (કોઇ પ્રધાનના પત્ની અથવા તો મહિલા પ્રધાન)ના ઉલ્લેખથી રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે અને વ્યાપમ કૌભાંડની તપાસમાં એક નવો જ વળાંક પણ આવી શકે છે. તેના પગલે વિપક્ષ કોંગ્રેસને મધ્યપ્રદેશ સરકાર વિરુદ્ધ નવો દારુગોળો પણ મળી ગયો છે. મધ્યપ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ની એફઆઇઆરમાં 'મંત્રાણી'ના ઉલ્લેખને લઇને રહસ્ય ઘૂંટાયું છે. વ્યાપમ કૌભાંડના મુખ્ય આરોપીઓ પૈકીના પંકજ ત્રિવેદીના કમ્પ્યૂટરની હાર્ડ ડિસ્ક એસટીએફે કબજી લીધી હતી, જેમાંની એક એક્સેલ શીટમાં રાજ્યની સરકારી મેડિકલ કોલેજોમાં બેઠકો ખરીદવા અને વેચવા સાથે સંકળાયેલા શખસોની યાદી હતી. તે પૈકીની એક કોલમમાં 'મંત્રાણી' લખેલું હતું. વ્યાપમના પૂર્વ કંટ્રોલર પંકજ ત્રિવેદીએ તપાસ અધિકારીઓને એમ કહ્યું હોવાનું મનાય છે કે 'મંત્રાણી'નો ઉલ્લેખ કોઇ પ્રધાનના પત્ની માટે અથવા તો મહિલા પ્રધાન માટે હોઇ શકે છે. કોંગ્રેસે શાબ્દિક પ્રહારો કરતા જણાવ્યું હતું કે એસટીએફે 'મંત્રાણી'ની લીડ તાર્કિક અંત સુધી કેમ ન લઇ જવાઇ અને એફઆઇઆરમાં જેમના નામ હતા તેવા રાજ્યપાલ રામનરેશ યાદવ સહિતના આરોપીઓ જાહેર થયા તો પછી 'મંત્રાણી'ની ઓળખ કેમ હજુ સુધી થઇ નથી તે અંગે ખુલાસા કરવા જોઇએ. નોંધનીય છે કે ભૂતકાળમાં કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણનાં પત્નીને વ્યાપમ કૌભાંડમાં ઢસડવાનો પ્રયાસ કરતા એમ કહેલું કે શિવરાજસિંહનાં પત્ની કૌભાંડના મુખ્ય આરોપીઓ પૈકીના ખાણ ઉદ્યોગપતિ સુધીર શર્મા સાથે લિન્ક ધરાવે છે.

No comments: