Monday, July 13, 2015

મેડિકલ રિસર્ચ માટે ગુજરાત સરકાર પાસે નાણાં જ નથી

મેડિકલ રિસર્ચ માટે ગુજરાત સરકાર પાસે નાણાં જ નથી
ભારતમાં કેન્સર સહિતની બિમારીને લઇને સંશોધનકાર્ય જ થતું નથી પરિણામે કયો રોગ વધે છે, કયો રોગ ઘટે છે, કયા કારણોસર કયો રોગ થાય છે. કયા રોગનું કયા વિસ્તારમાં કેટલું પ્રમાણ છે તે તમામ બાબતો હજુયે ચોક્કસપણે જાણી શકાયુ નથી. અમેરિકા જેવા દેશો મેડિકલ રિસર્ચમાં અગ્રેસર છે . નિષ્ણાતોનું કહેવું છેકે, ભારતમાં હજુયે સરકાર મેડિકલ રિસર્ચના મામલે રસ દાખવતી નથી જયારે ગુજરાત સરકાર તો સ્વાસ્થય સબંધી રિસર્ચવર્ક માટે નાણાં જ વાપરતી નથી . અમેરિકા તો માત્ર કેન્સરના સંશોધન પાછળ વર્ષે રૃા.૩૫ હજાર કરોડનો ખર્ચ કરે છે. ગુજરાત વિદ્યાપીઠમાં પર્યાવરણ અને કેન્સર વિષય આધારિત બે દિવસીય સેમિનારમાં નિષ્ણાતોએ એવો મત વ્યક્ત કર્યો કે, ભારતમા વિવિધ રોગની સ્થિતિ વિશે કોઇ ચોક્કસ માહિતી નથી. પશ્ચિમના દેશોના આંકડા પર જ બધુયે નિર્ભર છે. મેડિકલ રિસર્ચ માટે મોટાભાગનું ફંડ વિદેશથી આવે છે. ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ ફોર રિસર્ચ દર વર્ષ મેડિકલ રિસર્ચ પાછળ વર્ષે માત્ર ૬૦૦ કરોડ ખર્ચે છે. ગુજરાત સરકારને તો જાણે મેડિકલ રિસર્ચવર્કમાં રસ જ નથી. રાજ્ય સરકાર મેડિકલ રિસર્ચ પાછળ નાણાં જ ખર્ચતી નથી . આ ઉપરાંત મ્યુનિ.કોર્પોરેશન પણ રિસર્ચ વિશે કોઇ ખર્ચ કરવા તૈયાર નથી. આ સ્થિતિમાં રોગના પ્રમાણથી માંડીને કારણો વિશે કોઇ અંદાજ આવતો નથી જે ભવિષ્યમાં ખતરો બની રહે છે. નિષ્ણાતો ,સ્વૈચ્છિક સંસ્થાઓનો મત છેકે, સરકારે હવે આ દિશામાં વિચારવું જોઇએ.

No comments: