Monday, June 1, 2015

પાનવાળો પાન બનાવતો રહ્યો ને ઠગે તેના નામે ૩૨ લાખની લોન લઈ લીધી

પાનવાળો પાન બનાવતો રહ્યો ને ઠગે તેના નામે ૩૨ લાખની લોન લઈ લીધી
મકાન બાંધવા માટે બેંક ઓફ બરોડોની સલાબતપુરા શાખામાં સરથાણાના એજન્ટ મારફત કાર્યવાહી કરનાર મોટાવરાછાના પાન કોલ્ડ્રીંક્સની દુકાન ધરાવતા યુવાનની જાણ બહાર એજન્ટે ુયુવાનના નામે રૃા.૩૧.૭૦લાખની લોન લઈ ચેક પરિચીતના નામે લઈ લીધો હતો બેન્કમાંથી હપ્તો ભરવા જાણ કરાંતા યુવાનને છેતરપીંડીની જાણ થઈ હતી. આ અંગે યુવાનને અમરોલી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસસુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મુળ અમરેલીના મોટા માચીયાળાના વતની અને સુરતના મોટાવરાછા આનંદધારા સોસાયટી વિભાગ-૧ ઘર નં.૧૦૮માં રહેતા કિશોરભાઈ ઠાકોરભાઈ આદ્રોજા પાન કોલ્ડ્રીંક્સની દુકાન ધરાવે છે. કિશોરભાઈ મકાન બાંધવું હોવાથી તેમણે સલાબતપુરા સ્થિત બેન્ક ઓફ બરોડામાં અરજી કરી હતી લોન મંજુર કરાવવાનું કામ કિશોરભાઈએ પરિચિત એજન્ટ ધીરૃભાઈ જી.ડાવરા (રહે, રાઈઝ પ્લાઝા, સરથાણા જકાતનાકા પાસે) ને સોંપ્યું હતુ. જો કે, સાત માસ અગાઉ શરૃ કરેલી આ કામગીરીમા ધીરૃભાઈએ કિશોરભાઈના નામના ખોટા દસ્તાવેજોના આધારે તેમના નામે રૃા.૩૧.૭૦લાખની લોન મેળવી ચેક પોતાના પરિચિત પ્રિતેશ વિઠ્ઠલદાસ કોટડીયાના નામે તૈયાર કરાવી જમા કરાવી દીધો હતો. આ તરફ બેન્કમાંથી લોનનો હપ્તો ભરવા અંગે કિશોરભાઈને સૂચના મળતા તે ચૌંક્યા હતા. તેમણે તપાસ કરતાં છેતરપીંડીની જાણ થઈ હતી. આ અંગે કિશોરભાઈએ ગતરોજ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પી.આઈ. જી.એ.સરવૈયા કરી રહ્યા છે.

No comments: