Friday, June 26, 2015

ઓબામાની મોટી જીતઃ �ઓબામાકેર�ને US સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો

ઓબામાની મોટી જીતઃ �ઓબામાકેર�ને US સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો
વોશિંગ્ટન � યુએસ સુપ્રીમ કોર્ટે ગુરુવારે દેશના સંસદસભ્યોને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે પ્રમુખ બરાક ઓબામાનો મહત્વાકાંક્ષી આરોગ્ય સંભાળ ખરડો બરાબર છે અને તે રહેશે જ. આમ, આ ખરડાની સામેનો એક મોટો પડકાર સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો છે. આ પડકાર સીમાચિન્હરૂપ કાયદા અને કરોડો અમેરિકાવાસીઓના આરોગ્યની સંભાળમાં મોટો અવરોધ બની જાય એમ હતો. સુપ્રીમ કોર્ટે ૬-૩ના રૂલિંગ દ્વારા એફોર્ડેબલ કેર એક્ટ કે ઓબામાકેર ખરડાને મંજૂરીની મ્હોર મારી દીધી છે. આ ખરડો અમેરિકામાં ઓછી અને મધ્યમ પ્રકારની આવકવાળા કરોડો લોકોને વીમા પ્રીમિયમની રકમ ચૂકવવામાં મદદરૂપ થવા આર્થિક સહાયતાનો છે. કોર્ટના રૂલિંગ બાદ પ્રમુખ ઓબામાએ સમાચાર અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. વ્હાઈટ હાઉસ રોઝ ગાર્ડનમાં તેમણે પત્રકારોને કહ્યું કે, આને કહેવાય અમેરિકામાં હેલ્થ કેર. 25-6-obUS President Barack Obamaઆ કાયદો લાવીને ઓબામાનો હેતુ અમેરિકામાં સ્વાસ્થ્ય સેવાઓમાં ધરખમપણે પરિવર્તન લાવવાનો છે. તેનો મુખ્ય ઉદ્દેશ સ્વાસ્થ્ય સેવાઓ પર કરવામાં આવતો ખર્ચ ઘટાડવો, કાયદાકીય અધિકાર અંતર્ગત સ્વાસ્થ્ય વીમો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવો અને ઓછી કિંમત પર યોગ્ય સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. ઓબામાએ માર્ચ-2013માં પેશેન્ટ પ્રોટેક્શન ફંડ એફોર્ડેબલ કેર એક્ટ મતલબ �પીપીએસીએ� પર સહી કરી હતી. આ એક્ટને સામાન્ય રીતે એફોર્ડેબલ કેર એક્ટના નામથી ઓળખવામાં આવે છે. આ ખરડાની મોટાભાગની જોગવાઈઓ જાન્યુઆરી, 2014થી લાગુ થઈ ગઈ છે. અમેરિકાના નાગરિકો માટે સ્વાસ્થ્ય સેવાઓ પર વધતો જતો ખર્ચ ચિંતાનો વિષય બની ગયો છે, પરંતુ ટીકાકારોનું કહેવું છે કે, ઓબામાકેરથી સ્વાસ્થ્ય કંપનીઓની સાથે અન્ય નોકરી આપનારી કંપનીઓ, જેમાં સરકારી અને ખાનગી કંપનીઓ બન્ને સામેલ છે, તેના માટે અમેરિકામાં વેપાર કરવાના ખર્ચમાં વધારો થશે. ઓબામા અને તેમના સમર્થકોનું કહેવું છે કે આ ખરડાથી માત્ર સ્વાસ્થ્ય સેવાઓ સસ્તી થશે એટલું જ નહીં, પરંતુ લાંબાગાળે હેલ્થ સેક્ટર પર થઈ રહેલા સરકારી ખર્ચમાં પણ ઘટાડો આવશે.

No comments: