Wednesday, June 24, 2015

સ્મૃતિ ઈરાનીની શૈક્ષણિક ડિગ્રીને લઈને કોર્ટમાં 28 ઓગસ્ટે સુનવણી થશે

સ્મૃતિ ઈરાનીની શૈક્ષણિક ડિગ્રીને લઈને કોર્ટમાં 28 ઓગસ્ટે સુનવણી થશે
નવી દિલ્હી- માનવ સંશાધન વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીની શૈક્ષણિક ડિગ્રીને લઈને આજે પટિયાલા હાઉસ કોર્ટે મોટો નિર્ણય કર્યો હતો. પટિયાલા હાઉસ કોર્ટે સ્મૃતિ ઈરાનીના ડિગ્રીના મુદ્દે સુનવણીને વાજબી ગણી હતી. 28 ઓગસ્ટના રોજ આ અંગે કોર્ટમાં સુનવણી થશે. અહેવાલ અનુસાર, 28 ઓગસ્ટના રોજ સ્મૃતિ ઈરાનીને સમન મોકલવવા માટેનો નિર્ણય લેવામાં આવશે. અરજી દાખલ કરનાર અહમેર ખાનનો આરોપ છે કે કેન્દ્રીય પ્રધાને ચૂંટણી આયોગમાં પોતાની શૈક્ષણિક યોગ્યતા ખોટી નોંધાવી હતી.

No comments: