Wednesday, June 24, 2015

સુરત: તેઝ પવન સાથે વરસાદ પડતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી,100થી વધુ વૃધો પડ્યા

સુરત: તેઝ પવન સાથે વરસાદ પડતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી,100થી વધુ વૃધો પડ્યા
સુરત શહેરમાં આજે મધરાતે 2 વાગ્યેથી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચક્રવાતી પવનોની સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. તેઝ પવનો ફુંકાવવાના કારણે શહેરમાં વૃક્ષો પડી ગયા હતા જેના કારણે શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા ઉભી થઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર આજે મધરાતથી સુરત શહેરમાં ધોધમાર વરસાદી પડી રહ્યો છે. વરસાદની સાથે તેઝ પવન ફુંકાવાના કારણે શહેરમાં 100થી વધુ વૃક્ષો પડી ગયા હતા જેના કારણે શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા ઉભી થઇ છે. વૃક્ષો પડવાના કારણે ઘણા વાહનો ઉપર પડતા કચણઘાણ બોલી ગયો હતો. વળી સુરત શિક્ષણ સમિતિ શાળોમાં અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે આજે અરબી સમુદ્ર પર સર્જાયેલા ડિપ્રેશનના પગલે દિવથી ફરતુ ફરતુ દક્ષિણ ગુજરાતના તટ વિસ્તારોમાં આવી રહ્યુ હોવાથી આગામી 48 કલાકમાં દેમાર વરસાદ ઝીંકાવાની આગાહી કરી છે. આગાહી ના પગલે સુરત જિલ્લા કલેક્ટર ડો.રાજેન્દ્રકુમારે તમામ લાયઝન ઓફિસરોને સાવચેતીનો મેસેજ જારી કરી એલર્ટ રહેવા તાકીદ કરી છે. સાથે જ રજા ઓ કેન્સલ કરવાની સાથે હેડ કવાર્ટર નહી છોડવા જણાવ્યુ છે.સાથે જ દરિયો પણ તોફાની બનવાનો હોવાથી માછીમારોએ દરિયામાં નહી જવાની સૂચના અપાઇ છે. વળી ભારે વરસાદના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં વિજળી ડૂલ થઇ ગઇ હોવાની ફરિયાદ મળી રહી છે. હાલ સુરત મહાનગર નગરપાલિકા રસ્તા પર પડેલા વૃક્ષોને દુર કરવાની કામગીરી હાથ ધરી રહ્યાં છે. ભારે વરસાદની સાથે તેઝ પવન ફૂંકાવવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. લોકો ઘરમાં પુરાઇ રહેવા મજબુર થયા છે અને વ્યાપાર ધંધા ઠપ થઇ ગયા છે. સુરત શહેરના રાંદેલ અને ઉધના ઝોનમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે સુરત શહેર સહિત સર્વત્ર તાલુકામાં મેઘરાજાની મહેર વરસી હતી. જ્યારે પાંડેસરા વિસ્તારમાં વરસાદના કારણે પાડોશીની દિવાલ પડતા છાપરા પર પડતા બમરોલી વિસ્તારમાં ભક્તિનગર સોસાયટીમાં રહેતા ઓમ પ્રકાશ રામ પ્રસાદ સાહુ (ઉં.વ.35) અને અને શ્યામ બાબુ (ઉં.વ.24) આદિત્યા (ઉં.વ.5) અને નિલમ બેનને ઇજા થઇ છે જ્યારે શ્યામ બાબુને વધારે ઇજા થતા તેને સારવાર અર્થે શહેરની હોસ્પિટલમાં ખસેડાયા છે.

No comments: