Wednesday, August 5, 2015

સુરતના ૮૦૦ લોકોના ૧.૭૪ કરોડ લઇ કોલકાતાની ટોળકી ગાયબ


સુરતના ૮૦૦ લોકોના ૧.૭૪ કરોડ લઇ કોલકાતાની ટોળકી ગાયબ
સુરતના વિવિધ વિસ્તારોમાં વસવાટ કરતા બંગાળી, ઓરીસ્સાવાસી સહિત મુખ્યત્વે મધ્યમ વર્ગીય પરિવારોને રૃ।. ૧૦૦૦ના રોકાણના બદલામાં પાંચ વર્ષે રૃ।. ૨૧૦૦ અને ૧૩ વર્ષે રૃ।. ૧૦,૦૦૦ના વળતરની લાલચ આપી કોલકત્તાની કંપની એક્સેલો રીયલ પ્રોજેકટ ઇન્ડિયા લિમીટેડના સંચાલકોએ ૮૦૦ વ્યક્તિ પાસેથી રૃ।. ૧.૭૪ કરોડ ઉઘરાવ્યા હતા અને એક વર્ષ અગાઉ સંચાલકો ઓફિસબંધ કરી ભાગી છૂટયા હતા. કંપની માટે એજન્ટ બની ગ્રાહક લાવનારા તેમજ રોકાણકારોએ કરેલી અરજીના આધારે ઉધના પોલીસે ગતરોજ કંપનીના ૪ ડિરેકટર વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૃ કરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ પ.બંગાળના મિદનાપુરના સિકદાચરના વતની અને હાલ સુરતમાં પાંડેસરા ખાતે સરદાર નગર બ્લોક નં. ૨૦૦ ઘર નં. ૧૩૫૮માં રહેતા દિપંકર સુરેશ પાત્ર પ.બંગાળના રસ બેહારી એવન્યુ સ્થિત એક્સેલા રીયલ પ્રોજેકટ કંપનીના એજન્ટ ત્રણવર્ષ અગાઉ બન્યા હતા. પ.બંગાળમાં ઇન્ડસ્ટ્રીયલ બ્રશ, પ્રિન્ટીંગ, શણ, નાળીયેર, કાર્પેટ, વેર હાઉસ અને કન્સ્ટ્રકશનના વ્યવસાયમાં સામેલ કંપનીએ સુરતના ઉધના જવનજ્યોત ખાડીની બાજુમાં નાથુભાઇ ટાવર ખાતે ઓફિસ શરૃ કરી હતી અને રૃ।. ૧૦૦૦ના રોકાણના બદલામાં પહેલા વર્ષે રૃ।. ૧૧૫૦, બીજા વર્ષે રૃ।. ૧૩૨૦, ત્રીજા વર્ષે રૃ।. ૧૫૧૦, પાંચમા વર્ષે રૃ।. ૨૧૦૦, સાતમા વર્ષે રૃ।. ૩૦૦૦, દશમા વર્ષે રૃ।. ૬૦૦૦ અને તેરમા વર્ષે રૃ।. ૧૦,૦૦૦ના વળતરની જાહેરાત કરી હતી. કંપનીના એક ડીરેકટર અજીત ઘોષ સુરત આવ્યા હતા અને અહીં એક કાર્યક્રમ કરી સ્કીમની તમામ વિગતો આપી હતી. કંપનીએ ૨૦-૨૫ મોટા એજન્ટ બનાવી તેમના હસ્તક સબ એજન્ટ બનાવ્યા હતા અને તેમના મારફતે ગ્રાહકો મેળવ્યા હતા. કંપનીએ મુખ્યત્વે બંગાળી અને ઓરીસ્સાવાલી મધ્યમવર્ગીય પરિવારો પાસે રોકાણ કરાવ્યું હતું. સુરતના વિવિધ વિસ્તારોમાંથી અંદાજીત ૮૦૦ વ્યક્તિ પાસે રૃ।. ૧.૭૪ કરોડનું રોકાણ કરાવી કંપનીએ અચાનક એક વર્ષ અગાઉ સુરતની ઓફિસ બંધ કરી દીધી હતી. તપાસ કરતાં કોલકત્તાની પણ ઓફિસ બંધ કરી સંચાલકો ભાગી છૂટયા હોવાનું જાણવા મળ્યું હતું.છેતરપિંડીનો ભોગ બનેલા એજન્ટો-રોકાણકારોએ આ અંગે પોલીસ કમિશ્નર- કલેકરને અરજી કરી હતી. અરજીના આધારે ઉધના પોલીસે એજન્ટ દિપંકર પાત્રની ફરિયાદના આધારે કંપનીના સંચાલકો મેનેજીંગ ડીરેકટર રાજા મિહીર શાહ (રહે. જીસી-૧૧, રબીન્દ્ર પલ્લી, બાગુઇહાટી, કોલકત્તા), દુલાલચંદ્ર કાલીપદ નંદી (સી.એમ.ડી.) (રહે. બી/બી-૧, રાજા રહાટ રોડ, બાગુઇહાટી, કોલકત્તા), બે ડીરેકટર અજીત ઘોષ અનેસુદર્શન કે. રોય (રહે. ૧૦, બી.જી. પ્રેસ કોલોની, કોલકત્તા) વિરુદ્ધ છેતરપીંડીનો ગુનો નોંધ્યો હતો. કંપનીએ રોકાણકારોને ફીક્સ ડીપોઝીટની રસીદના બદલે રોકાણના બદલામાં શેર સર્ટીફિકેટ જેવા સર્ટીફિકેટ ઇસ્યુ કર્યા હતા. સુરતની જેમ કંપનીએ ભાવનગરમાં પણ મોટાપાયે રોકાણકારો પાસેથી કરોડો રૃપિયા ઉઘરાવ્યા હતા. સમગ્ર ગુજરાતમાં કંપનીએ છેતરપીંડી કરી હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપસ ઉધના પીઆઇ બી.એસ. મોરી કરી રહ્યા છે.
--
Pl see my blogs;


Feel free -- and I request you -- to forward this newsletter to your lists and friends!

No comments: